kantilaldeugi

My Name Is Kanti Deugi And This Is My Official Blogger Websit And My Websit Name Is kantilaldeugi.blogspot.com

Pages

chanakya niti in gujarati, ચાણક્ય નીતિ સૂત્રો

Chanakya niti in gujarati


ચાણક્ય નીતિ સૂત્રો




 જો તમે જ્ઞાનની શક્તિ ધરાવો છો તો ભય તમારી પાસે આવશે જ નહિ, જ્ઞાનથી મોટી શક્તિ બીજી કોઈ નથી. તમારું ધન ચોરાઈ શકે છે પરંતુ જ્ઞાનને કોણ ચોરી શકવાનું હતું ? કોઈ નહિ.


બુદ્ધિમાન મનુષ્ય એ છે કે જે હર ઘડીએ એવું વિચારતો રહે કે મારો સાચો મિત્ર કોણ છે ?
મારો સમય સારો છે કે ખરાબ ? સારા મિત્રો કેવી રીતે બને ? સારો સમય ક્યારે આવશે ? જો તમે જીવનનું સાચું સુખ પામવા માંગતા હોવ તો આ બધી વાતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો પડશે કે મારા માટે સારું શું છે અને ખરાબ શું છે ?

જેની પાસે ધન હોય છે લોકો તેને જ મોટો માનવી માનવા લાગે છે. જ્ઞાની, બુદ્ધિમાન વ્યક્તિને ધનવાનની પાછળ ફેંકી દેવામાં આવે છે.

એવી જ રીતે એક પતિનું પણ કર્તવ્ય છે કે પોતાની પત્નીને પાપના રસ્તે ન જવા દે. તેને ખોટા કર્મોની શિક્ષા આપી સમજાવે કે બુરા કર્મોનું ફળ બુરું જ હોય છે.

જે પિતા પોતાના સંતાનો ઉપર દેવાનો ભાર છોડી જાય છે તે પોતાના જ સંતાનનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે.


મુલાકાત બદલ આભાર:https://kantilaldeugi.blogspot.com/

Previous
Next Post »